Pedestrians joile world, China’s more of a strange face

china-1

ચીનનાં અન્ય પ્રમુખ શહેર શંઘાઈ પાસે લૂઝિયાજુઈમાં બનેલું આ સર્કલ છે એક ખૂબસૂરત પદયાત્રી બ્રિઝ. વ્યસ્ત સર્કલનાં પાંચ રસ્તાઓને જોડતા આ બ્રિઝને શ્રેષ્ઠ નાગરિક સુવિધાઓની શ્રેણીમાં શામેલ કરવામાં આવ્યો છે. આ બ્રીઝનાં ઉપયોગથી લોકોનો ખાસ્સો સમય બચી જાય છે. વર્ષ 2012માં શરૂ થયા બાદ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 5.2 લાખથી વધારે પ્રવાસીઓ તેને જોઈ ચૂક્યા છે.

સ્માર્ટ એન્જીનિયરિંગથી બનેલા આ બ્રિજમાં જગ્યાનો ખૂબ સુંદરતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. પગપાળા ચાલનારાઓમાં વૃદ્ધોને સમસ્યા ન હોય, તેનાં કારણે એસ્કેલેટર પણ લગાડવામાં આવ્યા છે. લૂજિયાજુઈનો આ સર્કલ બ્રિજ અહીંના આરિયન્ટલ પર્લ ટાવરને જોડે છે. આ વિસ્તારો દિગ્ગજ આર્થિક હલચલનું કેન્દ્ર છે. અહીં આવનારા ફાઇનાન્સર્સ નવરાશમાં શોપિંગ મોલ અને કૈફેમાં જવા માટે પૂલની મોટી સુવિધા અને સુરક્ષિત રસ્તો છે.

આ પૂલના રસ્તાથી ઉંચાઈ લગભગ 20 ફૂટ છે. તેમાં લાગેલા કેટલાય એસ્કેલેટર ચઢવા-ઉતરવામાં ખાસ્સા મદદગાર સાબિત થાય છે. લોકો અહીંથી શહેરની સુંદરતા પણ જોઈ શકે છે. રાતનાં સમયેમાં જ્યારે આ બ્રિજ રોશનીથી ઝગમગી ઉઠે છે, ત્યારે ખૂબ જ સુંદર નજારો ખડો થાય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s