googleને ભારતમાં થઈ શકે છે 5 અબજ ડોલરનો જંગી દંડ

1394353924_google

બીઝનેસમાં સમાન સ્પર્ધા થાય તે માટે બનાવવામાં આવેલા ભારત સરકારના કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી ગૂગલને 5 અબજ ડોલરનો દંડ થઈ શકે છે.

ભારતના કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ ભારતના વ્યાપાર ક્ષેત્રમાં કંપનીઓ માટે એક બીજા સાથે સ્પર્ધા કરવાના કેટલાક નિયમો નક્કી કર્યા છે.એવી ખબર આવી રહી છે કે ગૂગલ સામે આ નિયમોનો ભંગ કરવા બદલ છેલ્લા બે વર્ષથી તપાસ ચાલી રહી છે અને આ કેસમાં એવા આક્ષેપ થયા છે કે ઈન્ટરનેટ સર્જ એન્જીનના ક્ષેત્રમાં પોતાના પ્રભાવનો ગૂગલ કંપની દુરપયોગ કીર રહી છે.

કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાના નિયમ પ્રમાણે જો કોઈ કંપની નિયમોનો ભંગ કરતી હોવાનુ પૂરવાર થાય તો તેને તેના 3 વર્ષના વાર્ષિક ટર્ન ઓવરના 10 ટકા રકમ દંડ પેટે ચુકવવી પડી શકે છે.ગૂગલની છેલ્લા 3 વર્ષનુ વાર્ષિક ટર્નઓવર લગભગ 50 અબજ ડોલર જેટલુ છે.આ સંજોગોમાં ગૂગલને 5 અબજ ડોલર દંડ થઈ શકે તેમ છે.

ગૂગલના પ્રવક્તાએ ગૂગલ સામે તપાસ ચાલી રહી હોવાની વાતનો આડકતરી રીતે સ્વીકાર કરતા ક્હયુ હતુ કે અમે કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડિયાને તમામ પ્રકારનો સહકાર આપી રહ્યા છે.

અમેરિકા અને યુરોપમાં આ પ્રકારના કેસમાં ગૂગલ સેટલમેન્ટ કરી ચુક્યુ છે.જોકે ભારતમાં કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયામાં થયેલા કેસના સેટલમેન્ટની જોગવાઈ નથી તેમજ ગૂગલ સામે ફરીયાદ પણ પાછી ખેંચી શકાય તેમ નથી.ફરીયાદ મળ્યા બાદ પ્રાથમિક તપાસમાં ગૂગલે નિયમોનો ભંગ કર્યો હોવાનુ તારણ નીકળ્યા બાદ આ કેસની તપાસ કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયાની તપાસ એજન્સીને સોંપવામાં આવી છે.ટુંક સમયમાં ગૂગલ સામેના કેસની તપાસનો અહેવાલ સુપ્રત કરી દેવામાં આવશે.

Jigar Vasani

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s